FIT INDIA SCHOOL QUIZ REGISTRATION
ઉપરોક્ત વિષય અને સંદર્ભ દર્શિત પત્ર અન્વયે જણાવવાનું કે શાળાના બાળકોમાં ફિટ ઈન્ડિયા મુવમેન્ટના સંદેશને આગળ વધારવા અને શાળાઓમાં તેની અસરકારતા વધારવા માટે દેશભરમાંથી શાળાના બાળકોને સામેલ કરવા માટે Fit India School Quiz 2022નું આયોજન કરવામાં આવ્યું છે. ફીટ ઈન્ડિયા ક્વીઝ વિદ્યાર્થીઓને તંદુરસ્તી અને રમતગમત વિશેનું પોતાનું જ્ઞાન દર્શાવવા માટે રાષ્ટ્રીય પ્લેટફોર્મ પ્રદાન કરવા સાથે સદીઓથી જૂની સ્વદેશી રમતો, ભૂતકાળના આપણા રમતના નાયકો અને પરંપરાગત ભારતીય રમતોના ઇતિહાસ વિશે વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવાનાં પ્રયત્નો કરે છે.

આ ક્વીઝમાં સરકારી, અનુદાનિત તેમજ ખાનગી તમામ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરી શકાશે અને ઉચ્ચ પ્રાથમિક વિભાગના ધોરણ 8 ના વિદ્યાર્થીઓ પણ ભાગ લઈ શકશે. ક્વીઝ માટે રજીસ્ટ્રેશન કરવા માટે શાળા ફિટ ઈન્ડિયા વેબસાઇટ પર રજીસ્ટર થયેલી હોવી જરૂરી છે. જો શાળા રજીસ્ટ્રેશન નથી થયેલું તો પહેલા શાળાનું રજીસ્ટ્રેશન કર્યા બાદ ક્વીઝ માટે રજીસ્ટ્રેશન કરવાનું થશે. ક્વીઝ માટેની માર્ગદર્શિકા આ સાથે સામેલ છે. જે ધ્યાને લઇ આપના જિલ્લાની તમામ શાળાઓને આપની કક્ષાએથી Fit India School Quiz 2022માં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવા વિનંતી છે.
આ ક્વીઝમાં સરકારી, અનુદાનિત તેમજ ખાનગી તમામ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરી શકાશે અને ઉચ્ચ પ્રાથમિક વિભાગના ધોરણ 8 ના વિદ્યાર્થીઓ પણ ભાગ લઈ શકશે. ક્વીઝ માટે રજીસ્ટ્રેશન કરવા માટે શાળા ફિટ ઈન્ડિયા વેબસાઇટ પર રજીસ્ટર થયેલી હોવી જરૂરી છે. જો શાળા રજીસ્ટ્રેશન નથી થયેલું તો પહેલા શાળાનું રજીસ્ટ્રેશન કર્યા બાદ ક્વીઝ માટે રજીસ્ટ્રેશન કરવાનું થશે. ક્વીઝ માટેની માર્ગદર્શિકા આ સાથે સામેલ છે. જે ધ્યાને લઇ આપના જિલ્લાની તમામ શાળાઓને આપની કક્ષાએથી Fit India School Quiz 2022માં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવા વિનંતી છે
શાળાના વિદ્યાર્થીઓ માટે આંતરિક ક્વીઝનું આયોજન કરી શાળા વિદ્યાર્થીઓની પસંદગી કરશે, અને પસંદ કરાયેલા આ વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન પ્રિલીમીનરી રાઉન્ડ માટે કરશે.
. બધી જ શાળાઓને પ્રિલીમીનરી રાઉન્ડ માટે રજીસ્ટ્રેશન કરવાની તક આપવામાં આવશે.
ક્વીઝ-રજીસ્ટ્રેશન કરવા માટે શાળાએ ઓછામાં ઓછા બે વિદ્યાર્થીની એન્ટ્રી ફિટ ઈન્ડિયા વેબસાઇટ (https://fitindia.gov.in) પર કરવાની રહેશે.
રજીસ્ટ્રેશન માટે વિદ્યાર્થીદીઠ રૂપિયા 50/- રજીસ્ટ્રેશન-ફી રહેશે.
સરકારી શાળામાં મહત્તમ બે વિદ્યાર્થીઓની રજીસ્ટ્રેશન-ફી સ્કૂલ કમ્પોઝીટ ગ્રાન્ટમાંથી ભરી શકાશે. આ બે વિદ્યાર્થીઓની પસંદગી માટે આંતરિક ક્વીઝનું આયોજન કરવાનું રહેશે.\
NTA (National TestingAgency) દ્વારા સંચાલિત ઓનલાઈન પ્લેટફોર્મના માધ્યમથી ક્વીઝ માટે રજીસ્ટર થયેલા વિદ્યાર્થીઓની સ્પર્ધા થશે. આ સ્પર્ધાના પ્રશ્નોનું માળખું ધોરણ 8 કે તેથી ઉપરના ધોરણના વિદ્યાર્થીઓ સરળતાથી જવાબ આપી શકે એ મુજબ રાખવામાં આવશે.
૧૩ ભાષાઓમાં (અંગ્રેજી, હિન્દી, તામિલ, મલયાલમ, તેલુગુ, કન્નડ, મરાઠી, ગુજરાતી, ઓડિયા, આસામી, બંગાળી, પંજાબી અને ઉંર્દુ) પ્રશ્નો રાખવા જોગવાઈ કરવામાં આવશે.
NTA રાઉન્ડ પહેલા રજીસ્ટર થયેલા વિદ્દ્યર્થીઓએ માટે ક્વીઝમાં જોડાવા માટેની લીંક, યુજરનેમ તેમજ પાસવર્ડ જેવી વિગતો શાળા તેમજ વિદ્યાર્થીને આપવામાં આવશે.
NTA રાઉન્ડ 30 મિનિટનો રહેશે, જેમાં MCQ પ્રકારના 60 પ્રશ્નો રહેશે. પ્રત્યેક સાચા ઉત્તર માટે 4 માર્ક્સ પ્રદાન કરવામાં આવશે અને પ્રત્યેક ખોટા ઉત્તર માટે 1 માર્ક ઓછો કરવામાં આવશે (નેગેટીવ માર્કિંગ પદ્ધતિ)
NTA રાઉન્ડમાં વિદ્યાર્થી દ્વારા મેળવવામાં આવેલા સ્કોરના આધારે તેમનું મૂલ્યાંકન નક્કી કરાશે. જો એક કરતાં વધુ વિદ્યાર્થી સરખા સ્કોર પર આવે ત્યારે ઉંમર આધારે નાની વય ધરાવતા વિદ્યાર્થીને મેરિટમાં આગળ ગણવામાં આવશે.
જે વિદ્યાર્થીના નામ મેરિટમાં આવશે તે શાળાઓમાંથી રાજ્ય કક્ષાના રાઉન્ડ મા ક્વાલિફાય થશે. મેરિટમાં આવેલી શાળાઓમાંથી નીચે આપેલી વિગત મુજબ ઓછામાં ઓછી 4 અનેવધુમાં વધુ 32 શાળાઓને આગળના રાઉન્ડ માટે પસંદ કરાશે. જ્યારે એક જ શાળામાંથી એક કરતાં વધુ વિદ્યાર્થી મેરિટ યાદીમાં આવેલ હોય ત્યારે પછીના ક્રમે આવતા વિદ્યાર્થી અને તેની શાળાને આગળના રાઉન્ડમાં જવા માટે તક આપવામાં આવશે.
ક્વાલિફાય થયેલ શાળાએ રાજ્યકક્ષાના રાઉન્ડ માટે બે સભ્યોની ટીમ બનાવવા પોતાની શાળામાંથી એક બીજા વિદ્યાર્થીનું નામ ક્વીઝ પાર્ટનર તરીકે નોમિનેટ કરવાનું થશે. એક શાળામાંથી એક કરતાં વધુ વિદ્યાર્થી મેરીટ યાદીમાં આવેલ હશે તેવા સંજોગોમાં બીજા ક્રમનો વિદ્યાર્થી આપમેળે આ બે સભ્યવાળી ટીમનો ભાગ બની જશે.