Online Badli Camp 2022 | dpegujarat.in – Primary Teacher Online Badli Camp 2022

By | November 7, 2022

Online Badli Camp 2022 | dpegujarat.in – Primary Teacher Online Badli Camp 2022 :BDLI CAMP 2022 | PRIMARY TEACHER CAMP 2022 | BDLI CAMP TEACHER 2022 | PRIMARY TEACHER BADALI CAMP 2022 | ONLINE BADLI CAMP 2022 | HTAT BADLI CAMP 2022 | TEACHER BADLI CAMP 20222 | DPE GUJARAT | DPE GUJARAT WEBSITE |dpegujarat.in | Online Badali camp 2022 | Badli Camp Online Jagya | Online Badli camp District wise Jagya | Online Badli camp Taluka wise Jagya

Reverting to the above topic, the consolidated transfer rules of Teaching Assistant/Primary Teacher/Upper Primary Teacher/Head Teacher have been promulgated by reference resolutions of the Education Department.  Adequate study of the President’s resolution and action as per the applicable provisions will have to be done.  According to the order of this office dated 05/09/2022 of this office as per the approved structure as of 31/07/2022, as per the time table mentioned below, organizing the transfer camp of the primary teacher/student assistant who is performing the duties of your district/city education committee this year.  is told to do.

Keeping in view the provisions of Chapter-H of the referred resolution of the Education Department for the current year as on 31/07/2022 the Primary Teacher/Teaching Assistant performing additional duties over the sanctioned institution shall be ordered to shift the Primary Teacher/Teaching Assistant to the camp.

 (2) According to the provisions of Chapter-N, by 31/03/2022 at the district level, orders for the transfer of Aras Paras shall be made by taking into consideration the applications for the demand of the District Fer Aras Paras.

 (3) According to chapter- (3) taking into account your district transfer applications as per the eight types of registers prepared at your level as on 01/11/2022 taking into account the vacancies in the district, the district transfer camp has to be held as per the provisions of chapter-1.Internal changes should be kept in mind.

 1. The District Primary Education Officer/Administrator has to login to www.dpcgujarat.in with Default Password and enter the vacant posts by changing the password.

 2. Taking into account the details of the teachers retiring on the semester on 31/10/2022 i.e. as on 01/11/2022 that department wise net vacancies have to be uploaded.

 3. While uploading the vacancies, in case the teachers who are not released among the teachers who have been ordered to be allotted school as per option in the district division, the existing school of the teacher has to be shown as vacancy.  and the school to which the allotment has been made.  That place has to be considered filled.

 In cases where the primary teacher/ teaching assistant has previously undergone internal or district transfer and has not been released due to more than 10 per cent vacancy, the post in the original school shall be shown as vacant and the post in the transfer school shall be treated as filled,

 According to the details of the schools operating in your district, vacancies online keeping in mind the details of school name, school code, pay center name and pay center code)

In cases where the Primary Teacher/Teacher has previously undergone internal or district transfer and has not been released due to more than 10 per cent vacancy, the original school post shall be shown as vacant post and the post in the transfer school shall be treated as filled.

 5. The vacancies have to be uploaded on the online portal keeping in mind the details of the schools functioning in your district (School Name, School Discode, Paycenter Name and Pay-Center Discode).

 If any administrative or legal question arises regarding implementation of the transfer order after selection of the school by that primary teacher/ teaching assistant due to uploading of wrong school/discode vacancies by you, it will also be your responsibility.

 As per the provision of Chapter-9 General Instructions Act-14 of the Education Department making reference, the primary teacher teaching assistant participating in any requisition transfer must be of mature age and of sufficient understanding and there is a possibility of injustice to other candidates once the order of the selected school of online requisition is canceled in any case.  It will not be possible, so the primary teacher/ teaching assistant who really wants to undergo internal transfer will have to apply for internal transfer online on the suggested website.

If any vacancy in any district is ordered by the High Court to remain vacant by an interim order pending the final judgment of the case, action shall be taken as per the order of the High Court.  So that the question of contempt of the High Court does not arise

Assembly elections will be held in the state in the near future, when the model code of conduct comes into force, which will have to be decided in consultation with the election officer of the district regarding the implementation of the transfer camp and the appointment order.

શિક્ષક બદલી કેમ્પ તમામ સમજ ગુજરાતીમાં :

 🌷ઓનલાઈન અરજી ભરવાના સૂચનો 🌷

 અરજી કારનાર શિક્ષકશ્રી શિક્ષણ વિભાગના ૧/૪/૨૦૨૨ ના ઠરાવના પ્રકરણ- D નિયમ -૧૧ મુજબ આપેલ વ્યાખ્યા મુજબની મૂળ શાળામાં અને પ્રકરણ -ઉનિયમ -૧૦ ( ક ) ની જોગવાઈ મુજબ કપાત પગારી રાજાઓ ભોગવેલ હોય તો તે રજાનો સમયગાળો બાદ કરી ને ચોખ્ખી -૩ વર્ષની નોકરી પૂર્ણ કરેલ હોય તે જ શિક્ષક ઓનલાઈન આંતરિક માંગણી બદલીમાં ફોર્મ ભરી શકશે .

જિલ્લામાં આંતરિક ઓનલાઇન બદલી કરાવનાર શિક્ષકોનો ઓનલાઇન ઓર્ડર જનરેટ થયા બાદ કોઇપણ સંજોગોમાં તે ઓર્ડર રદ થઇ શકશે નહીં , જેની તમામે ખાસ નોંધ લેવી .

સૌ પ્રથમ શિક્ષકશ્રીએ તાજેતરનો પાસપોર્ટ સાઇઝ ફોટો અને સહીનો નુમનો તેમજ જે તે અગ્રતા બદલી માટેનો આધાર અગાઉથી સ્કેન કરી મોબાઇલ કે કોમ્પ્યુટરમાં સેવ કરવાનો રહેશે .

ઓનલાઇન અરજી કરનાર શિક્ષકે પોતાની શાળાનો ડાયસકોડ અગાઉથી નોંધી લેવાના રહેશે .

આ ઉપરાંત તમારા જિલ્લામાં વિભાગવાર અને વિષયવાર બતાવેલી ખાલી જગ્યાઓની અગાઉથી પ્રીન્ટ મેળવી લેવી કે લખી લેવી .

તેમાંથી તમારી પસંદગીની શાળાઓને અગાઉથી પસંદ કરી અગ્રતા ક્રમમાં ગોઠવી દેવી .

ઓનલાઇન ટીચર ટ્રાન્સફર જિલ્લા આંતરિક કેમ્પમાં અરજી કરતાં સમયે સૌપ્રથમ તમારા ઇમેઇલ આઇ.ડી. અને મોબાઇલ નંબરથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે . જેના માટે ટીચર ટ્રાન્સફર પોર્ટલ પર નીચે દર્શાવેલ બટન પર કલીક કરવાનું રહેશે . Click Here For New Registration

ત્યારબાદ રજીસ્ટ્રેશન માટે અરજદારે પોતાનું આખું નામ લખવાનું રહેશે . ઇમેલ આઇ.ડી. અને મોબાઇલ નંબર લખવાનો રહેશે . જિલ્લો / ન , શિ , સ . પસંદ કરવાનો રહેશે . તમને યાદ રહે તેવો પાસવર્ડ લખવાનો રહેશે . પાસવર્ડ કન્ફર્મ કરવાનો રહેશે અને કેપ્ચા કોડ લખવાનો રહેશે . રજીસ્ટર બટન પર કલીક કરી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે .

રજીસ્ટર બટન પર કલીક કરતાં તમારા મોબાઇલમાં ૬ અંકનો ઓટીપી આવશે . સાચો ઓટીપી એન્ટર કરી સબર્મીટ બટન પર કલીક કરતાં તમારું રજીસ્ટ્રેશન થઇ જશે .

હવે અરજદારશ્રીએ હોમ પેજ પર Login With Your Credentials માંરજીસ્ટ્રેશન કરેલ ઇમેલ આઇ.ડી. અને પાસવર્ડથી લોગીન થવાનું રહેશે . કેપ્ચા કોડ એન્ટર કરી લોગીન બટન પર કલીક કરતાં લોગીન થઇ જશો .

જો લોગીન ન થવાય તો હોમ પેજ પર સૌથી નીચે Forgot Password ? પર કલીક કરતાં તમારો મોબાઇલ નંબર લખતાં પાસર્વડ તમારા મોબાઇલમાં આવી જશે .

લોગીન થતાંની સાથે જ તમારા નામ સાથેનું પેજ ખુલી જશે . જેમાં તમારું પુરૂં નામ , મોબાઇલ નંબર અને ઇમેલ આઇ.ડી. આવી જશે . બાકીની માહિતી તમારે કાળજીપૂર્વક ભરવાની

સૌ પ્રથમ શાળાનો પ્રકાર પસંદ કરવાનો રહેશે . જેમાં પ્રાથમિક શાળા કે ઉચ્ચતર પ્રાથમિક શાળા બતાવશે , તેમાંથી તમારો સાચો વિભાગ પસંદ કરવાનો રહેશે .

ત્યારબાદ જો તમે પ્રાથમિક શાળા પસંદ કરેલ હશે તો બાજુમાં ધો . ૧ થી ૫ પસંદ કરવાનું રહેશે અને જો તમે ઉચ્ચતર પ્રાથમિક શાળા પસંદ કરેલ હશે તો બાજુમાં વિષયનું નામ ભાષા , ગણિત – વિજ્ઞાન કે સામાજિક વિજ્ઞાન માંથી તમારો વિષય પસંદ કરવાનો રહેશે .

જાતિમાં પુરૂષ કે સ્ત્રી પસંદ કરવાનું રહેશે .

શૈક્ષણિક લાયકાતમાં તમારી શૈક્ષણિક લાયકાત જે હોય તે પસંદ કરવાની રહેશે .

તાલીમી લાયકાતમાં તમારી તાલીમી લાયકાત જે હોય તે પસંદ કરવાની રહેશે .

ત્યારબાદ તમારી જન્મ તારીખ પસંદ કરવાની રહેશે .

ત્યારબાદ હાલની શાળાનો સાચો ડાયસકોડ લખવાનો રહેશે

ગામનું નામ લખવાનું રહેશે .

ત્યારબાદ તમારે તમારી ખાતામાં દાખલ થયા તારીખ આધારો મુજબની લખવાની રહેશે અને મૂળ શાળામાં હાજર થવા કરાયેલ હુકમની તારીખ પણ આધારો મુજબની લખવાની રહેશે . હાલની શાળાની તારીખમાં જો વધ બદલીથી આવ્યા હોય તો મુળ શાળામાં હાજર થવા માટે કરાયેલ હુકમની તારીખ લખવાની રહેશે . જે આધારો મુજબની હોવી જોઇએ . ( શિક્ષણ વિભાગના ૧/૪/૨૦૨૨ ના ઠરાવના પ્રકરણ- D નિયમ -૧૧ મુજબ આપેલ વ્યાખ્યા મુજબની મૂળ શાળા )

ત્યારબાદ ભુતકાળમાં અગ્રતા બદલીનો લાભ લીધેલ છે તેમાં ભરતી સમયે સ્થળ પસંદગી કેમ્પમાં કે અગાઉ બદલી કેમ્પમાં લાભ લીધેલ હોય તો હા લખવાનું રહેશે . અને સામાન્ય સિનીયોરીટી પસંદ કરવાની રહેશે.જો ભુતકાળમાં અગ્રતાનો લાભ લીધેલ ના હોય તો તેમાં ના લખવાનું રહેશે . બાજુમાં સ્થાનાંતરણના પ્રકારમાં વિધવા વિધુર / અપંગ / પ્રાથમિક શિક્ષક દંપતિ / સરકારી નોકરી કરતાં દંપતિ / અનુદાનિત શૈક્ષણિક સંસ્થામાં નોકરી કરતાં દંપતિ / વાલ્મિકી / સામાન્ય / સિનિયોરીટિ સ્થાનાંતરણ તેમાંથી જે લાગુ પડતું હોય તે પસંદ કરવાનું રહેશે .

પ્રાથમિક શિક્ષક દંપતિ કિસ્સામાં પતિ બદલી કરાવવા માંગતા હોય તો તેનીપત્ની જ્યાં નોકરી કરે છે તે શાળાના ડાયસકોડની માહિતી આપવાની રહેશે . અનેપત્ની બદલી કરાવવા માંગતી હોય તો તેમનાપતિ જ્યાં નોકરી કરે છે તે શાળાના ડાયસકોડની માહિતી આપવાની રહેશે .

સરકારી નોકરી કરતાં દંપતિના કિસ્સામાં સરકારી નોકરીના પ્રકારમાં પંચાયત , ભારત સરકારના ખાતા , ગુજરાત સરકારના ખાતા , ભારત સરકારના બોર્ડ / કોર્પોરેશન , ગુજરાત સરકારના બોર્ડ / કોર્પોરેશનશન કે અન્ય ગુજરાત સરકારના ખાતાઓ સાચું હોય તે પસંદ કરવાનું રહેશે તેમજ દંપતી કિસ્સામાં લાભ લેનાર શિક્ષકના પતિ કેપત્ની જ્યાં નોકરી કરતાં હોય તે સંસ્થા જે ગામ / શહેર માં આવેલી હોય તે ગામ / શહેર નું નામ સરનામું અને પીનકોડનંબર સાથેની માહિતી આપવાની રહેશે .

અનુદાનિત શૈક્ષણિક સંસ્થામાં નોકરી કરતા દંપતી કિસ્સામાં લાભ લેનાર શિક્ષકના પતિ કેપત્ની જ્યાં નોકરી કરતાં હોયહોય તે સંસ્થા જે ગામ / શહેર માં આવેલી હોય તે ગામ / શહેર નું નામ સરનામું અને પીનકોડનંબર સાથેની માહિતી આપવાની રહેશે .

ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટસ અપલોડ વિભાગમાં અપલોડ કરવાના રહેશે . ડોક્યુમેન્ટસ અપલોડ કરવા Drag and drop a file here or click કરી ડોક્યુમેન્ટસ અપલોડ કરવાના રહેશે . અપલોડ થતાં પ્રિવ્યુ બતાવશે .

ત્યારબાદ [✓] આથી હુ બાહેંધરી આપું છું કે ફોર્મ માં મારી વિગત સાચી છે . જો ચકાસણી દરમ્યાન આ વિગતો ખોટી પુરવાર થશે તો ફોર્મ રદ ગણાશે મારી સામે જે પણ કાર્યવાહી કરવામાં આવશે તે માન્ય રહેશે . તેની પર કલીક કરવાની રહેશે .

ત્યારબાદ સેવ અને નેકસ્ટ બટન પર કલીક કરતાં તમારી Teacher Details મેનુની માહિતી સેવ થઇ જશે .

ત્યારબાદ School Priority મેનુ પર કલીક કરતાં ડાબી બાજુ School List ( SchoolName Taluka PayCenter ) માં તમારા વિભાગ / વિષય મુજબની ખાલી જગ્યાઓ બતાવશે , જેમાં શાળાનું નામ , તાલુકો અને પે સેન્ટર શાળાનું નામ બતાવશે . જેની પર કલીક કરતાં તે જમણી બાજુ Selected School List માં ઓટોમેટીક જતી રહેશે .

દંપતિના કિસ્સામાં પતિ / પત્ની જે શાળા / કચેરી / સંસ્થામાં નોકરી કરતાં હશે તે તાલુકાની શાળાઓ જ પસંદ કરી શકાશે અને તેમાં પણ જો તેમની જ પે સેન્ટરની શાળાઓમાં જગ્યા હશે તો સૌપ્રથમ તે જ શાળાઓ બતાવવાની રહેશે .

Selected School List માં તમે શાળાઓના અગ્રતા ક્રમ બદલી શકશો . તમારી પસંદગી મુજબ શાળાઓને પહેલાં થી છેલ્લાં ક્રમમાં ગોઠવો .

ત્યારબાદ [✓] ઉપરોક્ત પસંદ કરેલ જગ્યાઓ પૈકી જે શાળા નો હુકમ મને મળશે તે કોઈ પણ કારણોસર રદ થશે નહિ જેનો હું બાહેંધરી આપું છું . તેની પર કલીક કરવાની રહેશે .

 ત્યારબાદ [✓] ઉપરોક્ત પસંદ કરેલ જગ્યાઓ પૈકી જે શાળા નો હુકમ મને મળશે તે કોઈ પણ કારણોસર રદ થશે નહિ જેનો હું બાહેંધરી આપું છું . તેની પર કલીક કરવાની રહેશે .

ત્યારબાદ સેવ સ્કુલ સિલેકશન પર કલીક કરતાં તમારી School Priority મેનુની માહિતી સેવ થઇ જશે .

ત્યારબાદ બાજુમાં Application Preview મેનુ પર કલીક કરતાં તમે કરેલી અરજીની તમામ વિગતો દર્શાવશે . જેની બરાબર ચકાસણી કરી લો કે તમામ વિગતો સાચી છે કે કેમ ? જો ખોટી હોય કે સુધારવી હોય તો Final Submission પર કલીક કરવું નહીં અને આગળના જે તે મેનુમાં જઇ માહિતીમાં સુધારો કરવો .

જો કોઇ સુધારો ન હોય તો Final Submission બટન પર કલીક કરતાં તમારી અરજી કન્ફર્મ થઇ જશે , ત્યારબાદ અરજીમાં કોઇ સુધારો કરી શકાશે નહીં અને જમણી બાજુ ખુણામાં Application Print બટન પર કલીક કરતાં તમે અરજીની પ્રીન્ટ મેળવી શકશો .

અરજીની પ્રીન્ટ આઉટલઇ નીચેમાંથી લાગુ પડતા આધારો સાથે ચેનલ મારફત તમારી અરજી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરીએ નિયત સમય મર્યાદામાં જમા કરાવવાની રહેશે .

બદલીનો પ્રકાર અને ઓનલાઇન અપલોડ કરવાના ડોક્યુમેન્ટસ

વિધવા / વિધુર 

વિધવા / વિધુર હોવા અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર

પતિ પત્નીનો મરણનો દાખલો

રેશનકાર્ડ

પુન : લગ્ન કરેલ નથી તે મતલબનું નોટોરાઇઝડ સોગંદનામું

અગાઉ કોઇપણ અગ્રતાનો લાભ લીધેલ નથી તે મતલબનું સોગંદનામું

મુળ શાળામાં હાજર થવા કરાયેલ હુકમ

અન્ય ( ઉત્તરોત્તર વધ બદલી કે વિભાજનથી બદલી આવેલ હોય તે અંગેના હાજર – મુકતના આધારો

દિવ્યાંગ

દિવ્યાંગતાની ટકાવારી દર્શાવતું સીવીલ સર્જનનું પ્રમાણપત્ર

અગાઉ કોઇપણ અગ્રતાનો લાભ લીધેલ નથી તે મતલબનું સોગંદનામું

મુળ શાળામાં હાજર થવા કરાયેલ હુકમ

અન્ય ( ઉત્તરોત્તર વધ બદલી કે વિભાજનથી બદલી આવેલ હોય તે અંગેના હાજર – મુકતના આધારો )

પ્રાથમિક શિક્ષક દંપતિ 

લગ્ન નોંધણીનું રજીસ્ટ્રારનું પ્રમાણપત્ર

પતિ / પત્ની જે શાળામાં નોકરી કરતાં હોય તેના મુ.શિ.એ આપેલ નિયત નમુનાનું પરિશિષ્ટ

અગાઉ કોઇપણ અગ્રતાનો લાભ લીધેલ નથી તે મતલબનું સોગંદનામું

મુળ શાળામાં હાજર થવા કરાયેલ હુકમ

અન્ય ઉત્તરોત્તર વધ બદલી કે વિભાજનથી બદલી આવેલ હોય તે અંગેના હાજર – મુકતના આધારો )

સરકારી નોકરી કરતાં દંપતિ 

લગ્ન નોંધણીનું રજીસ્ટ્રારનું પ્રમાણપત્ર

પતિ / પત્ની જે કચેરીમાં નોકરી કરતાં હોય તે કચેરીના વડાએ આપેલ નિયત નમુનાનું પરિશિષ્ટ

પતિ પત્ની જે કચેરીમાં નોકરી કરતાં હોય તે કચેરી કેન્દ્ર રાજ્ય સરકાર સ્થાપિત / સંચાલિત હોવા અંગેનો આધાર / પ્રમાણપત્ર

અગાઉ કોઇપણ અગ્રતાનો લાભ લીધેલ નથી તે મતલબનું સોગંદનામું

મુળ શાળામાં હાજર થવા કરાયેલ હુકમ

અન્ય ( ઉત્તરોત્તર વધ બદલી કે વિભાજનથી બદલી આવેલ હોય તે અંગેના હાજર – મુકતના આધારો )

 અનુદાનિત શૈક્ષણિક સંસ્થામાં નોકરી કરતાં દંપતિ 

લગ્ન નોંધણીનું રજીસ્ટ્રારનું પ્રમાણપત્ર

પતિ / પત્ની જે અનુદાનિત શૈક્ષણિક સંસ્થામાં નોકરી કરતાં હોય તે સંસ્થાના વડાએ આપેલ નિયત નમુનાનું પરિશિષ્ટ

પતિ / પત્ની જે અનુદાનિત શૈક્ષણિક સંસ્થામાં નોકરી કરતાં હોય તે સંસ્થા સરકારના જે કાયદા / જાહેરનામાં / ઠરાવ થી નક્કી કરવામાં આવેલ હોય તેનો આધાર / પ્રમાણપત્ર

અગાઉ કોઇપણ અગ્રતાનો લાભ લીધેલ નથી તે મતલબનું સોગંદનામું

મુળ શાળામાં હાજર થવા કરાયેલ હુકમ

અન્ય ( ઉત્તરોત્તર વધ બદલી કે વિભાજનથી બદલી આવેલ હોય તે અંગેના હાજર – મુકતના આધારો

વાલ્મિકી

વાલ્મિકી હોવા અંગેનું સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર

અગાઉ કોઇપણ અગ્રતાનો લાભ લીધેલ નથી તે મતલબનું સોગંદનામું

મુળ શાળામાં હાજર થવા કરાયેલ હુકમ

અન્ય ( ઉત્તરોત્તર વધ બદલી કે વિભાજનથી બદલી આવેલ હોય તે અંગેના હાજર – મુકતના આધારો )

સિનિયોરિટી

મુળ શાળામાં હાજર થવા કરાયેલ હુકમ

જો વિકલ્પ મેળવી ઉચ્ચત્તર પ્રાથમિક વિભાગમાં ગયેલ હોય તો વિકલ્પ લીધેલ હુકમ ની નકલ

અન્ય ( ઉત્તરોત્તર વધ બદલી કે વિભાજનથી બદલી આવેલ હોય તે અંગેના હાજર – મુકતના આધારો )

Important Date:

All Badali Camp | HTAT Camp | Badali Sudhara Tharav

ઓનલાઇન ટીચર ટ્રાન્સફર જિલ્લા આંતરિક કેમ્પમાં અરજી કરતી સમયે ધ્યાનમાં રાખવાની બાબતો : નવી સૂચનાઓ: વર્ષ 2022

 અરજી ફોર્મ ભરતી વખતે ધ્યાનમાં રાખવાની સૂચનાનો Video

ઓનલાઈન બદલી કેમ્પ અન્વયે રજુ કરવાનું પ્રમાણપત્ર

બદલી કેમ્પમાં અરજી કરવા અહી ક્લિક કરો

દરેક જિલ્લા ની ખાલી જગ્યા લિસ્ટ pdf

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *