SEB Departmental Khatakiy Exam 2022 | Apply Online @ sebexam.org

By | June 24, 2022

 SEB Departmental Khatakiy Exam 2022 | Apply Online @ sebexam.org

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના પત્ર ક્રમાંક:ખ//૮૮-એડીઆઇ-૧૦૭૫-સી-૧૯૬૯-લ,તા.૨૧/૧૨/૨૦૧૨થી બહાર પાડેલ જાહેરનામા અનુસાર “મદદનીશ શિક્ષણ નિરીક્ષક,મદદનીશ શિક્ષક વર્ગ -૩ (ખાતાકીય પરીક્ષા) નિયમો- ૨૦૧૨” અનુસંધાને શિક્ષણ વિભાગની વર્ગ-૩ની ગૌણ સેવાઓમાં મદદનીશ શિક્ષણ નિરીક્ષક તથા મદદનીશ શિક્ષક અને પંચાયત સંવર્ગના જિલ્લા શિક્ષણ નિરીક્ષક, વિસ્તરણ અધિકારી (શિક્ષણ) અને કેળવણી નિરીક્ષક વર્ગ-3ની ખાતાકીય પરીક્ષા લેવા અંગેનો વિગતવાર કાર્યક્રમ નીચે મુજબ છે.

SEB Departmental Khatakiy Exam 2021 | Apply Online @ sebexam.org

ખાતાકીય પરીક્ષાની તારીખ : ખાતાકીય પરીક્ષા તારીખ-૦૬ અને ૦૭ ઑગષ્ટ-૨૦૨૨ના રોજ લેવાશે.

આવેદનપત્રો ભરવાનો સમયગળો: આ પરીક્ષા માટેના આવેદનપત્રો બોર્ડની વેબસાઈટ www.sebexam.org પર તા.૨૭/૦૬/૨૦૨૨ થી તા:૧૧/૦૭/૨૦૨૨ ઓનલાઇન ભરવાના રહેશે.

પાસ થવાનું ધોરણ: – ઉમેદવારે દરેક પેપરમાં પાસ થવા માટે ૫૦% ગુણ મેળવવા ફરજીયાત છે.

પુનરાવર્તિત (રીપીટર) ઉમેદવારો માટે : અનુતિર્ણ થનાર ઉમેદવારને એક કે વધુ વિષયો પેપરોમાં ૬૦% કે તેથી વધુ માર્કસ મેળવેલ હશે તો તેને તેવા વિષયો પેપરોમાં પછીની પરીક્ષા માટે (Exemption) મુક્તિ મળવાપાત્ર રહેશે. જો આવા ઉમેદવારોએ તેમને મળવાપાત્ર મુક્તિ(Exemption)ના વિષયો પેપરો માટે જે તે પરીક્ષાની પ્રમાણિત કરેલી માર્કશીટની નકલો આવેદનપત્રની પ્રિન્ટ સાથે જોડવાની રહેશે. તેમજ ઓનલાઇન ભરવામાં આવતા ફોર્મમાં તેનો ઉલ્લેખ કરવાનો રહેશે. આવેદનપત્રો ઓનલાઈન ભર્યા પછીની મુક્તિ અંગેની રજુઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહી.

પરીક્ષાનું માધ્યમ : * દરેક પ્રશ્નપત્રો ગુજરાતી ભાષાના રહેશે.

પરીક્ષાના પ્રશ્નપત્રનું માળખુ : * દરેક પ્રશ્નપત્ર બહુવૈકલ્પિક.(MCQ)પ્રકારના રહેશે. * દરેક પ્રશ્નપત્રમાં ૧૦૦ પ્રશ્નો રહેશે. દરેક પ્રશ્ન ૧ ગુણનો રહેશે. આમ કુલ ૧૦૦ ગુણનું પ્રશ્નપત્ર રહેશે. * ઉત્તરવહી OMR સ્વરૂપની રહેશે. જેમાં આપેલા વિકલ્પો પૈકી સાચા વિકલ્પમાં ગોળ કરવાનું રહેશે.

પરીક્ષાની તકો તથા પરીક્ષા ફી : * ખાતાકીય પરીક્ષા નિમણૂકની તારીખથી તથા સીધી ભરતીથી નિમણૂક મેળવનાર ઉમેદવારોએ નોકરીમાં પૂરા પગારમાં નિમાયાની તારીખથી ૩ વર્ષ અથવા ૩ (ત્રણ) તકોમાં જે પહેલું હોય તેમાં પરીક્ષા પાસ કરવાની રહેશે. પરંતુ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ઉમેદવારોએ ૩ + ૧ = ૪ તકોમાં પાસ કરવાની રહેશે. આવા ઉમેદવારોએ નિયત થયેલ તક સુધી કોઇ પરીક્ષા ફી ભરવાની રહેતી નથી. ♦ ઉપર મુજબની નિયત સમય મર્યાદા નિયત તકોમાં જો ઉમેદવાર ખાતાકીય પરીક્ષા પાસ ના કરેલ હોય તો આવા ઉમેદવારોએ વ્યક્તિગત પરીક્ષા ફી ની રકમ (રૂ! ૨૦૦/- + GST રૂ! ૩૬/-) “=રૂ! ૨૩૬/- સચિવશ્રી રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર”ના નામનો ડીમાન્ડ ડ્રાફ્ટ કઢાવીને આવેદનપત્રની પ્રિન્ટ સાથે જોડવાનો રહેશે.

મ.શિક્ષક ,મ.શિ.નિ. કેનિ વર્ગ-૩ ખાતાકીય પરીક્ષા-notification

One thought on “SEB Departmental Khatakiy Exam 2022 | Apply Online @ sebexam.org

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *